મોરબી : તારીખ 25-5-2024 એટલે કે ગુજરાત માટે કાળો દિવસ કહી શકાય આ દિવસે રાજકોટમાં સ્થિત TRP ગેમ ઝોનમાં થયેલ આગ દુર્ઘટનામાં આશરે 27 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે ABVP મોરબી દ્વારા રાજકોટ TRP ગેમ ઝોનમાં દુર્ઘટનામાં મૃત્યુ પામનાર તમામ દિવંગતોને પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.