ટંકારા તાલુકાના બે અને મોરબી તાલુકાના ચાર રસ્તાના કામો ટૂંક સમયમાં શરૂ થશે : જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના કામોને જોબ નંબર ફાળવાયામોરબી : મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ જિલ્લા પંચાયત મોરબીના માર્ગ અને મકાન વિભાગ દ્વારા કુલ છ રસ્તાના કામો માટે 20.5 કરોડ રૂપિયા મંજુર કરવામાં આવતા ટૂંક સમયમાં જ મોરબી તાલુકાના ચાર ગામના તેમજ ટંકારા તાલુકાના બે ગામના રસ્તાના કામ શરૂ થશે. નોંધનીય છે મંજુર થયેલા તમામ રસ્તાઓ લાંબા સમયથી બિસ્માર હાલતના હોય નવા રોડનું કામ મંજુર થતા ગ્રામ્ય પ્રજાને હાલાકીમાંથી મુક્તિ મળશે.માર્ગ અને મકાન વિભાગ મોરબી પંચાયત દ્વારા રૂપિયા 20.5 કરોડના ખર્ચે કુલ છ રોડના કામ મંજુર કરવામાં આવ્યા છે. જેમાં નાની વાવડીથી પંચાસર રોડ , ખાખરાળાથી વનાળિયા રોડ , નીચી માંડલથી તળાવીયા શનાળા રોડ , સ્ટેટ હાઇવેથી પંચાસર રોડ , વાછકપરથી બેડી અને ધ્રોલિયાથી ગણેશપર ગામના નોન પ્લાન રસ્તા મંજુર કરવામાં આવ્યા છે.વધુમાં જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઉપરોક્ત છ રસ્તાના કામ માટે 20.5 કરોડનો ખર્ચ મંજુર કરી અંદાજે 21 કિલોમીટરની લંબાઈના નાલા, પુલિયા, સીસીરોડ સહિતની કામગીરીનો સમાવેશ કરવાં આવ્યો છે. રોડના કામ માટે જોબ નંબર ફાળવી દેવામાં આવતા જ ટૂંક સમયમાં જ કામગીરી પણ શરૂ કરી દેવમાં આવશે.રૂ.2.65 કરોડના ખર્ચે લીલાપર રોડનો બ્રિજ બનશેમોરબીના લીલાપર રોડ ઉપર આવેલ રાજાશાહી સમયનો પુલ અંદાજે દસ મહિના પહેલા તૂટી ગયા બાદ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા રૂ.2.65 કરોડના ખર્ચે અહીં 32 મીટર લાંબો આઠ ગાળાનો બોક્સ કન્વર્ટ બ્રિજ મંજુર કરવામાં આવ્યો હોવાનું કાર્યપાલક ઈજનેર બાવરવાએ જણાવ્યું હતું.