મોરબી : મોરબીના બેલા ગામની સીમમાં આવેલ ઈટાલેક સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ ઓરિસ્સા રાજ્યના વતની ગોપાલ મનો ઉર્ફે કરણ મરંદી ઉ.56 નામના શ્રમિક પોતાના લેબર કવાટર્સમાં સુતા બાદ જાગ્યા જ ન હતા અને ઊંઘમાં જ મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.