સોમનાથ દર્શનાર્થે જતાં શ્રદ્ધાળુઓને મળશે લાભ પીએમ નરેન્દ્ર મોદી દાહોદથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લીલીઝંડી બતાવી કરશે રવાના મોરબી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 મે, 2025ના રોજ વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને દાહોદથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લીલી ઝંડી બતાવીને રવાના કરશે.સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ રીકલાઇંગ અને આરામદાયક સીટો, સ્લાઇડિંગ દરવાજા, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, બાયો-ટોઇલેટ્સ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ગેટ, સીસીટીવી કેમેરા જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે મુસાફરોને વિશ્વ કક્ષાની આરામ અને સુવિધાઓ પૂરી પાડે છે.ટ્રેન નં. 09502 સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ 26 મે, 2025 ના રોજ વેરાવળથી 11:30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 6:25 કલાકે સાબરમતી પહોંચશે. માર્ગમાં આ ટ્રેન જૂનાગઢ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર અને વિરમગામ સ્ટેશનો પર ઉભી રહેશે.ટ્રેન નં. 26901 સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ 27 મે, 2025 થી સાબરમતી (ધરમનગર બાજુ) સવારે 05.25 વાગ્યે થી ઉપડશે અને તે જ દિવસે 12.25 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન ગુરુવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નં. 26902 વેરાવળ - સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ 27 મે, 2025 થી વેરાવળ થી 2:40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 9:35 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેન ગુરુવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ ચાલશે.આ ટ્રેન બંને દિશામાં વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ છે. ટ્રેન નં. 26901 અને 26902નું બુકિંગ 25 મે 2025 થી PRS કાઉન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.