ઉકરડા જેવા 14 સ્થળો ઉપર બાકડા તેમજ ડસ્ટબીન મૂકી લોકોને સ્વચ્છતા જાળવવા સૂચનમોરબી : મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે સતત ગાડીઓ ફરતી હોવા છતાં શહેરના એવા 100 સ્થળો છે જે લોકોને ગંદકી ફેલાવવા માટે તેમજ કચરો ફેંકવા માટે આકર્ષી રહ્યું હોવાના સર્વે બાદ મહાનગર પાલિકા દ્વારા આવા 14 સ્થળો ઉપર સીસીટીવી કેમેરા લગાવી લોકો અહીં કચરો ન ફેંકે તે માટે બાંકડા ગોઠવવાની સાથે ડસ્ટબીન પણ મુકવામાં આવ્યા છે. આગળ જતા શહેરના બાકીના કચરા પોઇન્ટ ઉપર પણ સીસીટીવી કેમેરા લગાવી કચરો ફેંકનાર આસામીઓને દંડ ફટકારવા મહાનગર પાલિકાએ તૈયારી શરૂ કરી છે.મોરબી નગરપાલિકા સમયથી શહેરના ઉકરડા એવા ન્યુસન્સ પોઇન્ટ દૂર કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ આવા જીવીપી પ્રોજેક્ટને ધારી સફળતા ન મળી હતી. જો કે, મહાનગર પાલિકા અસ્તિત્વમાં આવતા જ શહેરમાં જ્યાં -જ્યાં જાહેરમાં કચરાના ઢગલા કરવામાં આવે છે તેવા મહત્વના પોઇન્ટને ઓળખી કાઢી કોર્પોરેશન દ્વારા આવા સ્થળોને ચોખ્ખા ચણાક બનાવવામાં આવ્યા છે.સાથે જ લોકો અહીં કચરો ન ફેંકે તે માટે અહીં બેસવા માટેના બાકડા તેમજ ડસ્ટબીન પણ મુકવામાં આવ્યા છે. આમ છતાં પણ જો કોઈ અહીં કચરો નાખી જાય તો તેવા લોકોને પકડવા માટે અહીં સીસીટીવી લગાવવામાં આવ્યા છે.ખાસ કરીને મોરબીની શાન સમા દરબારગઢ, સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામેના ભાગમાં, શનાળા રોડ, અયોધ્યાપુરી મેઈન રોડ, ગઢની રાંગ સહિતના તમામ 14 ન્યુસન્સ પોઇન્ટ ઉપર વાઇફાઇ સાથે સીસીટીવી કેમેરા ગોઠવી મહાનગર પાલિકા એ જે તે વોર્ડના ક્લસ્ટર અધિકારીને સીસીટીવીના એક્સેસ આપી સતત મોનીટરીંગની સૂચના આપી છે. જેથી હવેથી કોઈ જો આવા સ્થળ ઉપર કચરો નાખતા કેમેરામાં કેદ થઇ જશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ઉપરાંત દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે.શહેરમાં આઇડેન્ટીફાઇડ કરાયેલ જીવીપી પોઇન્ટ1. હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ2. કન્યા છાત્રાલય રોડ3. સુપર માર્કેટ પાસે4. કિલ્લોલ હોસ્પિટલ પાસે, શનાળા રોડ5. ડો.ભૂતના દવાખાના પાસે, અયોધ્યાપુરી રોડ6. માધાપર ગેઇટ7. સ્ટેશન રોડ, જડેશ્વર મંદિર પાસે8. દરબાર ગઢ9. એ ડિવિઝન પોલીસ મથક સામે10. ભવાની ચોક, ગઢની રાંગ11. રામઘાટ પાસે12. આસ્વાદ પાન પાસે13. સબજેલ સામે14. મકરાણી વાસ