મોરબી : મોરબી જિલ્લામાં પ્રથમ વખત આજે આઈ.એમ.એ. હોલ ખાતે ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકો અને તેમના વાલીઓ માટટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં 50થી વધુ બાળકોના રજીસ્ટ્રેશન થયા હતા. અને દરેકે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ સેમીનારમાં IMA મોરબી, IAP મોરબી, RSSDI Gujarat Chapter, JDF (Juvenile Diabetes Foundation) રાજકોટનો ખુબ સહયોગ મળ્યો હતો. આ સેમિનારમાં ડો. સાગર બરાસરા, ડો. સંદીપ મોરી, ડો. મલય પારેખ અને ડો ચિરાગ અઘારાએ વક્તવ્ય આપ્યું હતું. આ સેમિનારમાં મળેલી માહિતી અને અનુભવો ચોક્કસપણે ટાઈપ 1 ડાયાબિટીસના સંચાલનમાં મદદરૂપ થશે.