મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રંગપર ગામે સ્વામિનારાયણ મંદિર વાળી શેરીમાં વિદેશી દારૂની હેરફેર થતી હોવાની બાતમીને આધારે દરોડો પાડતા જીજે - 27 - ડીએચ - 6989 નંબરની રેઢી હાલતમાં પડેલી મારુતિ સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂની આઠ બોટલ કિંમત રૂપિયા 2112 મળી આવી હતી. જો કે, આરોપી અંધારામાં નાસી જતા પોલીસે 3 લાખની કાર કબ્જે લઈ કાર નંબરના આધારે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.