632 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ, સૌથી ઉંચા ભાવ 519 સુધી બોલાયામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ આજે 24 મે ને શનિવારના રોજ ઘઉં, કપાસ, તલ, મગફળી, જીરું, બાજરો, સફેદ ચણા, સીંગફાડા, ચણા, ગુવાર બી અને રાયડો તથા લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 632 ક્વિન્ટલ એટલે કે 3160 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 519 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 56 ક્વિન્ટલ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 3960 રૂપિયા સુધી બોલાયા છે. કપાસના 1300, મગફળીના 950, તલના 2112, બાજરાના 540, સફેદ ચણાના 1182, સીંગફાડાના 1392, ચણાના 1084, ગુવાર બીના 880 અને રાયડાના 1068 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 400 રૂપિયા, રીંગણાના 500 રૂપિયા, કારેલાના 600 રૂપિયા, ગુવારના 1000 રૂપિયા, ભીંડાના 500 રૂપિયા, ટામેટાના 480 રૂપિયા, કોબીજના 200 રૂપિયા, કાકડીના 300 રૂપિયા, લીંબુના 1400 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 260 રૂપિયા ભાવ બોલાયા છે.