રાજકોટ : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા તથા ખાસ કરીને ઉનાળા દરમિયાન તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે રાજકોટ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વિશેષ ભાડા પર ચાલી રહેલી સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ટ્રેન નંબર 09006 રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ દર ગુરુવાર અને શનિવારે રાજકોટ થી 6:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 7:30 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 31 મે થી 28 જૂન, 2025 સુધી ચાલશે.એ જ રીતે, ટ્રેન નંબર 09005 મુંબઈ સેન્ટ્રલ-રાજકોટ સ્પેશિયલ દર બુધવાર અને શુક્રવારે મુંબઈ સેન્ટ્રલથી 11:20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11:45 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 30 મે થી 27 જૂન, 2025 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર અને એસી 3-ટાયર કોચ છે.આ ટ્રેન નંબર 09006 અને 09005 માટેનું બુકિંગ 25-5-2025થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિસ્તૃત માહિતી માટે મુસાફરો વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.