મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ આવેલ મચ્છી પીઠ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર એલસીબીની ટીમે દરોડો પાડી ૯ શખ્સોને રૂ. ૨.૦૨ લાખની રોકડ સાથે ઝડપી લીધા છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબીને બાતમી મળેલ કે જુસબ ઉર્ફે જુસો ગુલમહમદભાઇ મોવર પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જેના આધારે જુના બસ સ્ટેન્ડ પાછળ આવેલ મચ્છી પીઠમા તેના મકાને રેઇડ કરતા કુલ-૦૯ શખ્સો જુગાર રમતા હોય જેઓની પાસેથી રોકડ રૂ.૨,૦૨,૫૦૦/- તથા અન્ય મુદામાલ મળી કી.રૂ.૩,૦૨,૫૦૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.જુગાર રમતા જુસબ ઉર્ફે જૂસો ગુલમહમદભાઇ મોવર રહે,મોરબી મચ્છી પીઠ જુના બસ સ્ટેન્ડ પાછળ, રાજેશભાઈ જીવરાજભાઈ પટેલ રહે, મહેંદ્રનગર ચોકડી સીધ્ધી વીનાયક ફ્લેટ મોરબી, સુભાનભાઇ ઇકબાલભાઈ જેડા રહે, ખ્વાજા પેલેસ વાળી શેરી પંચાસર રોડ મોરબી, સદામભાઈ રજાકભાઈ પરમાર રહે, વાવડી રોડ ક્રીષ્ના સોસા. મોરબી, સરતાજસાઇ સલીમભાઈ અંસારી રહે જોસનગર જુના બસ સ્ટેન્ડ પાછળ મોરબી, ચીરાગભાઇ રાધવજીભાઈ પટેલ રહે. મહેન્દ્રનગર સી.એન.જી. પંપ પાછળ પ્રકૃતી સોસા., ફીરોજભાઇ મહમદ હુસેન સીપાઇ રહે, વાવડી રોડ કારીયા સોસા. મોરબી, સોયેબભાઇ સુભાનભાઈ લોલાડીયા રહે, વાવડી રોડ ક્રીષ્ના સોસા., યાસ્મીન ઉર્ફે આરતીબેન સંજયભાઇ અંગેચણીયા રહે.પુંઢ રોડ શોભેશ્વર રોડ વાણીયા સોસા.વાળાની ધરપકડ કરી જુગાર ધારા કલમ-૪,૫ મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.પી. પંડયા, વી.એન.પરમાર, પીએસઆઈ બી.ડી.ભટ્ટ તથા એલ.સી.બી./પેસેલ ફર્લો સ્કવોડનો સ્ટાફ રોકાયેલ હતો.