આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે કન્યા છાત્રાલય ખાતે યોજાશે શિબિરમોરબી : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2025ની ઉજવણીના ભાગરૂપે 'કાઉન્ટ ડાઉન યોગ શિબિર' તથા 'સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મૂકત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિર'નું આયોજન મોરબી ખાતે કરવામાં આવ્યું છે.27/05/2025 ને મંગળવારના રોજ સવારે 5:30 થી 7:30 સુધી મોરબીના શનાળા રોડ પર આવેલી પટેલ કન્યા છાત્રાલય ખાતે આ કાઉન્ટ ડાઉન યોગ શિબિર યોજાશે. યોગ શિબિરમાં મોરબી જિલ્લાના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે જોડાયેલ દરેક યોગ કોચ,બધા યોગ ટ્રેનર, નિઃશુલ્ક યોગવર્ગમાં આવતા વધુમાં વધુ યોગ સાધકો અને વિવિધ સંસ્થાઓઓના સર્વેને સહપરિવાર જોડાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આમંત્રણ પાઠવાયું છે. યોગ શિબિરમાં રજિસ્ટ્રેશન કરવા forms.gle/Vx78zmfr9jkb6DY48 લિંક પર ક્લિક કરવા જણાવ્યું છે.