મોરબી : મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિની સવિતા રામજીભાઈ હડિયલ બાલાચડી સૈનિક સ્કૂલની પ્રવેશ પરીક્ષામાં અવ્વલ દરજે ઉત્તીર્ણ થઈ છે. સવિતા રામજીભાઈ હડિયલે ધો.5ના હજારો વિદ્યાર્થીઓએ આપેલ પરીક્ષામાં 300 માંથી 236 માર્ક સાથે સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા પાસ કરી છે.આ વર્ષે ધોરણ 5મા લેવાતી સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષામાં શાળાની તેજસ્વી વિદ્યાર્થિની સવિતા રામજીભાઈ હડિયલે 300 માર્કમાંથી 236 માર્ક પ્રાપ્ત કરીને સૈનિક સ્કૂલની પરીક્ષામાં અવલ્લ દરજે ઉત્તીર્ણ થઈ શાળાને ગૌરવશાળી સિદ્ધિ અપાવી છે. શાળાને સુંદર સિદ્ધિ અપાવવા બદલ પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ સવિતા તથા એમના પરિવારને ધન્યવાદ પાઠવ્યા છે.