હળવદ : હળવદ તાલુકાના માનસર ગામે આવેલા કોમર્શિયલ કોમ્પલેક્ષમાં અન્ય દુકાનધારકોએ ગેરકાયદેસર દબાણ કર્યું હોવાની રાવ દુકાનધારક ભરતસિંહ લાભુભાઈ રાઠોડ દ્વારા તલાટી કમ મંત્રીને કરવામાં આવી છે.દુકાનધારક ભરતસિંહ રાઠોડ દ્વારા તલાટી કમ મંત્રીને કરાયેલી લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે, તેમણે માનસર ગામે રેવન્યુ સર્વે નંબર 63/પૈકી 1/પેકી 1 વાળી વાણીજ્ય હેતુ માટેની બીનખેતી જમીનમાં આવેલા છપૈયાધીશ આર્કેટ નામના કોમ્પલેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાન ખરીદી છે. જેમાં ગ્રામ પંચાયત દ્વારા જે શરતોએ બાંધકામ પ્લાનની મંજૂરી આપી હતી તેનું પાલન થયું છે કે કેમ અને જો પાલન ન થયું હોય તો તે અંગે કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. આ ઉપરાંત કોમ્પલેક્ષની દક્ષિણ તરફના ભાગે બીનખેતી પ્લાનમાં દર્શાવ્યા મુજબ 9 મીટર પહોળો રસ્તો આવ્યો છે. આ રસ્તામાં આગળની દુકાન નંબર 1,2 અને 3ના દુકાનવાળાએ પતરા રસ્તા પર કાઢી ગેરકાયદેસર દબાણ કર્યું હોય તાત્કાલિક આ દબાણ અને પતરા દુર કરવા માગ કરવામાં આવી છે.