વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લુણસરિયા ફાટક પાસેથી શંકાસ્પદ હાલતના બાઇક ઉપર નીકળેલા આરોપી શીવ લાભુભાઈ ચૌહાણ ઉ.21 રહે.લાલપર વાળાને અટકાવી તલાશી લેતા આરોપીના કબ્જામાંથી વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1300 મળી આવતા પોલીસે 20 હજારના બાઈક સહિત 21,300નો મુદ્દામાલ કબજે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.