મોરબી : સૌરાષ્ટ્ર માટે રાહતના સમાચાર આવ્યા છે. અરબી સમુદ્રની સિસ્ટમ હવે વાવાઝોડું બને તેવી શકયતા નહિવત છે. પણ આ સિસ્ટમની અસર તળે મોરબી જિલ્લામાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ આગામી એકાદ અઠવાડિયા સુધી આવવાની શક્યતા છે. તેમ ટંકારાના નાના ખીજડિયા ગામના હવામાન નિષ્ણાંતે જણાવ્યું છે.હાલે મધ્યપૂર્વ અરબી સમુદ્રમાં કોકણના દરિયાઈ કાંઠા નજીક એક મજબૂત સિસ્ટમ છે જે વધુ મજબૂત બની આવતીકાલે તા.24 તથા 25 મેના રોજ ડિપ્રેશનમાં ફેરવાય જવાની પુરી સંભાવના છે. પરંતુ અગાઉ જો અને તો વચ્ચે વાવાઝોડાની વાતને લઈને કહી તો હાલે આ સિસ્ટમ વાવાઝોડું નહિ બને અને સીસ્ટમ સીધી ગુજરાત તરફ પણ નહિ આવે. પરતું દક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્રના અમુક ભાગ દ્વારકા, પોરબંદરના દરિયાકાંઠા વિસ્તારમાં જુન મહિનાની શરૂઆત સુધી મધ્યમથી ભારે વરસાદ પડશે. આ સિવાયના વિસ્તારો એટલે કે કચ્છ લાગુ ઉત્તર ગુજરાત અને મોરબી જિલ્લામાં ગાજવીજ સાથે છૂટા છવાયા વરસાદ આગામી એકાદ અઠવાડિયા સુધી આવવાની શક્યતા છે. બાકી આ સિસ્ટમ આખાય રાજ્યને અસર કરશે નહી. તેવું હવામાન નિષ્ણાત રમેશ બસીયા (નાના ખીજડીયા-ટંકારા)એ જણાવ્યું છે.