શહેરીજનોને ખાડાવાળા રોડથી મળશે છુટકારો : રૂ.1.63 કરોડના ખર્ચે રોડ તૈયાર થશેમોરબી : મોરબીમાં અંતે નવલખી રોડથી સેન્ટમેરી ફાટક સુધીના રોડનું કામ મહાપાલિકા દ્વારા શરૂ કરાવવામાં આવ્યું છે. જેથી હવે શહેરીજનોને ખાડાવાળા રોડમાંથી મુક્તિ મળવાની છે. મોરબીમાં નવલખી રોડથી સેન્ટમેરી ફાટક સુધીનો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો. તેમાંય માથે ચોમાસુ આવી રહ્યું હોય તેવામાં મહાપાલિકા દ્વારા પ્રથમ આ રોડનું કામ શરૂ કરાવવામાં આવ્યું છે. મહાપાલિકાના સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખાના જણાવ્યા મુજબ મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં સેન્ટમેરી ફાટકથી પરશુરામ ધામ બ્રીજ સુધી (નવલખી રોડ) ડામર રોડ રીસર્ફેસીંગનું કામ રૂ.૧.૬૩ કરોડના ખર્ચે શરૂ કરવામાં આવ્યું છે.