અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ વાંકાનેર : વાંકાનેર ફાયરીંગ બટ ખાતે નાયબ પોલીસ મહાનિરીક્ષક, રા.અ.પો.દળ જૂથ-૧૩, ઘંટેશ્વર(રાજકોટ)ની ‘એ’,’બી’,’સી’, ‘હેડ કવાર્ટર’ કંપની તથા એમ.ટી. વિભાગના કર્મચારીઓ તથા અધિકારીશ્રીઓની વર્ષ-2035ના અલગ અલગ હથિયારોની વાર્ષિક ફાયરીંગ પ્રેકટીસ કરવા માટે અને DY. COMMANDANT/CASO, CISF UNIT AIRPORT, RAJKOT ને વર્ષ-2025ની વાર્ષિક ફાયરીંગ પ્રેકટીસ કરવા માટે આગામી તા.25-5-2025 સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોના પ્રવેશવા સામે પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરેલ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં આગામી તારીખ 25-5-2035 સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે.