મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની સૌરાષ્ટ્ર પ્રાંતના આઠ દિવસીય દુર્ગાવાહિની શૌર્ય પ્રશિક્ષણ વર્ગ - 2025નું 24-5-2025 થી 31-5-2025 સુધી ઓમશાંતિ વિધા સંકુલ, ઉમા રિસોર્ટની સામે, જુના RTOની બાજુમાં, કંડલા બાયપાસ, મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ગમાં 24 મે થી 31 મે સુધી દરરોજ સાંજે 5:30 થી 7:30 કલાક સુધી 'શાખા દર્શન' કરવા મોરબીની હિન્દુ ધર્મપ્રેમી જનતા ને વિશ્વ હિન્દુ પરિષદ - મોરબી દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે. નોંધનીય છે કે, અગાઉ વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની સૌરાષ્ટ્ર પ્રાંતનો આઠ દિવસીય પ્રશિક્ષણ વર્ગ કે જે યુધ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થગિત કરવામાં આવ્યો હતો.