ટંકારા : ચરાડવાના મહાકાળી માતાજી મંદિરના મહંત પૂજ્ય દયાનંદગીરી બાપુ આજે 23 મેના રોજ 133 વર્ષની વયે બ્રહ્મલીન થયા છે. સંત રૂપી એક દિવ્ય જ્યોત પૃથ્વી પર પ્રગટી પવિત્રતા, પરોપકારી, પાવનતા પ્રસરાવી દિવ્યતામાં વિલિન થઈ છે. ત્યારે ટંકારા સ્થિત પાંજરાપોળ ટ્રસ્ટ પર પૂજ્ય દયાનંદગીરી બાપુને અપાર પ્રેમ હતો. પાંજરાપોળમાં આશ્રય લેતા અબોલ જીવો પ્રત્યો બાપુને અપાર કરૂણતા-પ્રેણ અને લાગણી હતી.પૂજ્ય દયાનંદગીરી બાપુના આશીર્વાદ સતત પાંજરાપોળ ટ્રસ્ટ-ટંકારા પર વરસતા હતા. ગત મહિને 20 એપ્રિલના રોજ દયાનંદગીરી બાપુ ટંકારા પાંજરાપોળની મુલાકાતે આવ્યા હતા અને બારીકાઈથી નિરીક્ષણ કરીને શાતા આપી હતી. આ સંસ્મરણો તસવીરમાં પણ કેદ કરવામાં આવ્યા હતા.