વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા ગામની સીમમાં આવેલ સનહાર્ટ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની શીવ સંજુભાઈ માવી ઉ.30 નામનો યુવાન દારૂના નશામાં ચાલીને જતો હતો ત્યારે પડી જતા માથામાં ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.