તા.30 સુધીમાં ટેક્સની બાકી રકમ ભરપાઇ કરવાની અંતિમ તક આપતી મહાપાલિકામોરબી : મોરબીમાં અનેક નોટિસો ફટકારવા છતાં 14 મિલકતોના બાકી વેરા ભરપાઈ ન થતા મહાપાલિકા દ્વારા જપ્તી વોરંટ બજાવીને આ મિલકતોની તા.31મેએ કોમ્મ્યુનિટી હોલ ખાતે સવારે 10 વાગ્યે હરાજી ગોઠવી છે. જો કે તા.30 મે સુધી ટેક્સ ભરપાઈ કરી દેશે તેમની મિલકતોની હરાજી મોકૂફ રાખવામાં આવશે તેમ મહાપાલિકાએ જાહેર કર્યું છે. મહાપાલિકા દ્વારા ટેક્સ રિકવરી માટે ઘણા લાંબા સમયથી નોટિસો ફટકારવામાં આવી રહી છે. જેમાં ગૌ શાળા રોડ ઉપર લોલમાન્ય ટાઇલ્સ વર્ક્સ પાસેથી રૂ.3,34,844, સો-ઓરડી ખાતે ધરોડિયા નરોતમભાઈ ચતુરભાઈ પાસેથી 2,62,939, વિનાયક પાર્ક ખાતે પટેલ કિશોરભાઈ ગોવિંદભાઈ પાસેથી ક્રમશઃ રૂ.1,92,771 તથા રૂ.2,17,330 તથા 2,17,330 તથા 2,17,330, દોશી ટાવર ખાતે દોશી એન્ડ મહેતા એન્ટરપ્રાઈઝ પાસેથી રૂ.2,62,200, વૃષભનગર ખાતે દાજીરાજસિંહ ખુમાનસિંહ પાસેથી રૂ.86,974, સોની બજાર ખાતે બાબુભાઇ કિરચંદ પાસેથી રૂ.72,622, સ્ટેશન રોડ ખાતે ઓમ એન્ટર નાભાગી જાડેજા નિરૂભા મૂળુભા પાસેથી રૂ.78,100 તથા 63,933, નવલખી ફાટક ખાતે પટેલ મણિલાલ મગનલાલ પાસેથી રૂ.72,852 તેમજ સરદાર રોડ ખાતે મહેતા તુષાર મધુકર પાસેથી રૂ.55,454નો વેરો બાકી હોય આ તમામની મિલ્કતોની તા.31ના રોજ હરાજી કરવામાં આવશે. તેમ નાયબ કમિશનર દ્વારા જણાવાયુ છે.