મોરબી : ચરાડવા ખાતે આવેલા મહાકાળી માતાજી મંદિરના મહંત પૂજ્ય દયાનંદગીરી બાપુએ આજે વહેલી સવારે 5:30 વાગ્યે દેહ છોડ્યો છે. જેને લઈને સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે. આશ્રમ ખાતેથી ચરાડવા નગરમાં 11:30 વાગ્યે પાલખીમાં અંતિમ દર્શન બાદ સાંજે 5:00 વાગ્યે સમાધી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પૂજ્ય દયાનંદગીરી બાપુનો જન્મ 04-11- 1892 કાર્તિક સુદ પુનમના રોજ થયો હતો. તેઓ 133 વર્ષના હતાં. તેઓનો ખુબ મોટો સેવક વર્ગ હતો. તેમના દેહ ત્યાગથી સેવકોમાં ભારે શોક જોવા મળી રહ્યો છે.