4100 શિક્ષકની ભરતી સામે મોરબી જિલ્લામાં ધોરણ 1થી 5માં 96 અને ધોરણ-6થી 8માં 927 ઉમેદવારોએ અરજી કરી મોરબી : કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 8માં વિદ્યાસહાયકોની સ્પેશિયલ ભરતી માટે હાથ ધરવામાં આવેલ ખાસ ભરતી પ્રક્રિયામાં તમામ જિલ્લામાંથી અરજીઓ મંગાવવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લામાંથી કુલ 1023 ઉમેદવારોએ અરજી કરી હતી જેમાં ધોરણ 1થી 5માં 96 અને ધોરણ-6થી 8માં 927 ઉમેદવારોએ અરજી કરી હોવાનું મોરબી અરજી સ્વીકાર કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ પૂર્ણ કરવા માટે કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા કુલ 4100 જગ્યા ભરવા માટે ધોરણ 1થી 8માં વિદ્યાસહાયકોની સ્પેશિયલ ભરતી માટે હાથ ધરવામાં આવતા તમામ જિલ્લામાં અલગ-અલગ અરજી સ્વીકાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા હતા જે અન્વયે મોરબી જિલ્લાના અરજી સ્વીકાર કેન્દ્રમાં ધોરણ 1થી 5માં 96 અને ધોરણ-6થી 8માં 927 ઉમેદવારોએ અરજી કરી હતી. નોંધનીય છે કે, મોરબી જિલ્લામાંથી સૌથી વધુ અરજીઓ ગણિત-વિજ્ઞાનના વિષય માટે કરવામાં આવી છે.ક્યાં વિષય માટે કેટલા ઉમેદવાર ? ગણિત-વિજ્ઞાન - 470સામાજિક વિજ્ઞાન - 301ગુજરાતી - 056અંગ્રેજી - 063હિન્દી - 010સંસ્કૃત - 027ધો-1થી 5 - 096કુલ 1023