સામાજિક આગેવાનોની રેલવેના અધિકારી, સાંસદ અને ધારાસભ્યને રજૂઆતમોરબી : મોરબીમાં આજે રીડેવલપ થયેલા રેલવે સ્ટેશનનું વડાપ્રધાન મોદી દ્વારા વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ દરમિયાન મોરબીને લાંબા અંતરની ટ્રેન આપવાની માંગ સાથે સામાજિક આગેવાનો દ્વારા રજુઆત પણ કરવામાં આવી હતી. સામાજિક આગેવાન સુરેશભાઈ શિરોહિયા, જયેશભાઇ મકવાણા અને હરીભાઇ રાતડીયા દ્વારા એડી ડિવીઝનલ મેનેજર અને રાજ્ય સભાના સાંસદ, ધારાસભ્યને રજુઆતમાં જણાવાયુ હતું કે વર્ષોથી મોરબી જીલ્લાને રેલ્વે ટ્રેન લાંબા અંતરની ગાંધીધામ- મોરબી- કામખીયા - ભુજ, મોરબી બાંન્દ્રા વીકલી સીવાઈ કોઈજ ટ્રેન મળી નથી. મોરબીને ભુજ -ગાંધીધામ તથા હરીદ્વાર સુધી ટ્રેન જોઇએ છે. તેમજ ડેઈલી ભુજ- મોરબી અમદાવાદ જે હાલમાં ૬ દિવસ ચાલે છે તેને ૩ દિવસ મોરબીથી ચલાવામાં આવે તેવી માંગણી છે. સાથે મોરબી- રાજકોટ ડેઈલી ટ્રેન લંબાવવી જોઈએ ગાંધીધામ - મોરબી - કામખિયાના ફેરા વધારવા જોઈએ. 3 દિવસે કરવી જોઈએ. સાથે ભુજ -ગાંધીધામ- મોરબી- સુરેન્દ્રનગર -ભાવનગર સુધી ટ્રેન માટે સવલંત મળે તેવી આશા છે. ભારતીય રેલ વિભાગને મોરબી સિરામિક ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, ધડીયાળ ઉદ્યોગો કરોડો રૂપિયા કમાઈને આપે છે તો સાથે ત્યાં લોકોને સુવીધા મળે તેવી માંગ છે.