મોરબી : અરબી સમુદ્રમાં સાયક્લોન સિસ્ટમને કારણે ગુજરાતમાં 27 મે સુધી વાવાઝોડા સાથે વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા જનરલ કમિશન એજન્ટભાઈઓ, વેપારીભાઈઓ અને ખેડૂતભાઈઓને જાણ કરવામાં આવી છે કે 27 મે સુધી પોતાનો માલ તાલપત્ર ઢાંકીને લાવવો, યાર્ડમાં ખુલ્લી જગ્યામાં કોઈએ માલ ઉતારવો નહીં. બને ત્યાં સુધી સવારે માલ લઈને આવવું અને માલ શેડ ઉપર જ ઉતારવો. વેપારીભાઈઓએ શેડ ઉપર રહેલો પોતાનો માલ ગોડાઉનમાં ખસેડી લેવા જણાવાયું છે.