હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા લાલજીભાઈ શંકરભાઇ લકુમ ઉ.30 નામનો યુવાન ધુની સ્વભાવનો હોવાથી લગ્ન ન થતા હોય એકલવાયા જીવનથી કંટાળી જઈ ગઈકાલે પોતાના ઘેર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.