મોરબી : મોરબીમાં ફ્રેન્ડ્સ ક્લબ દ્વારા સૌપ્રથમ વખત મહિલાઓ માટે તા. 3-6-2025 ને મંગળવારના રોજ બપોરના 3 થી 7 કલાક દરમ્યાન મોરબીના જલારામ મંદિર, એ.સી.હોલ ખાતે ઓપન મોરબી મેગા મ્યુઝિકલ અંતાક્ષરી હરીફાઈ વિથ લાઈવ ઓરકેસ્ટ્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં રાજકોટથી ખુશ્બુ મ્યુઝિકલ ગ્રુપ દિવ્યાબેન બુદ્ધદેવ અને તેમની ટીમ દ્વારા અંતાક્ષરી રમાડવામાં આવશે. આ કાર્યક્રમમાં દેશભક્તિ શબ્દ, ગુજરાતી શબ્દ, ફિલ્મી ધૂન અને અન્ય બીજા પણ અલગ અલગ રાઉન્ડ રમાડવામાં આવશે. જેમાં દરેકે ત્રણ- ત્રણ વ્યક્તિનું ગ્રુપ બનાવીને અંતાક્ષરીમાં રમવાનું રહેશે. આ ગ્રુપ તમે બનાવીને આવી શકો છો અને તમે ન બનાવો તો નંબર મુજબ ત્રણ ત્રણનું ગ્રુપ બનાવી આપવામાં આવશે. આ અંતાક્ષરીમાં ભાગ લેવા માટે વ્યક્તિ દીઠ 150 રૂપિયા ફી ભરવાની રહેશે જે નોન રિફંડેબલ છે. અંતાક્ષરીમાં કોઈપણ ઉંમરના દીકરીઓ કે બહેનો તેમજ 15 વર્ષથી નીચેના છોકરાઓ પણ ભાગ લઈ શકશે. સેમી ફાઈનલ અને ફાઇનલ એમ બે રાઉન્ડ રમાડવામાં આવશે. તથા જજનો નિર્ણય આખરી રહેશે. અંતાક્ષરીમાં જે ગ્રુપ હાજર હશે એ પ્રમાણે વહેલા તે પહેલાના ધોરણે વારો લેવાશે. આ અંતાક્ષરીમાં ભાગ લેવા તા. 31 મે સુધી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન માટે નીલાબેન કારિયા મો. નં. 9714918969, મયુરીબેન કોટેચા મો. નં. 9275951954, નીલાબેન છનીયારા મો. નં. 7016656649, બીનાબેન સચદેવ મો. નં. 92650 96805 અને કામિનીબેન હિરાણી મો.નં. 8160881525 પર સંપર્ક કરવાનો રહેશે.