મોરબી : શ્રીમદ રાજચંદ્ર મિશન - ધરમપુર, મેટ્રો સિરામીક અને લેનાકોસા સિરામીકના સહયોગથી ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા રાહતદરે ચોપડા, નોટબુક, કંપાસ, સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવશે. જેમાં તા. 25 મે થી 1 જૂન 2025 દરમ્યાન સવારે 7 થી 12 અને સાંજે 4 થી 7 કલાક દરમ્યાન આશીર્વાદ શક્તિ પ્લોટ, શેરી નં. 9, રવાપર રોડ, મોરબી ખાતે આશરે 40 % રાહતદરે વિતરણ કરાશે. આ તમામ બુક્સ ક્લાસમેટ કંપનીની રહેશે. આ ઉપરાંત ફ્રી ટીફીન સેવા પરિવાર દ્વારા મોરબીમાં સૌ પ્રથમ દર્દીઓ માટે ફ્રી ટિફિન સેવા કેન્દ્ર, ડાયમંડ બ્યુટી પાર્લરની પાછળ, 3- કાલીકા પ્લોટ, રવાપર રોડ, મોરબી ખાતે ફ્રી જ્યુશનું વિતરણ પણ કરવામા આવે છે.