વાંકાનેર : વાંકાનેર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા તારીખ 22 મે થી તા. 27 મે ને મંગળવાર સુધી વરસાદ પડવાની શક્યતા હોવાથી ખુલ્લામાં જે માલ અને શેડમાં જે માલ પડેલ છે તેની પોતાના ગોડાઉનમાં વ્યવસ્થા કરી લેવાની જાણ કરવામાં આવી છે. તેમજ ખેડૂત ભાઈઓ અને વાહનમાલિકોને પ્લાસ્ટિક કાગળ તાલપત્રી ઢાંકીને માલ લાવવા જણાવાયું છે અને જો શેડમાં જગ્યા ન હોય તો વાહન ઉભું રાખવા જણાવવામાં આવ્યું છે.