ઉમિયા નવરાત્રી મેદાન ખાતે યોજાનાર સમૂહ લગ્નોત્સવમાં 42 યુગલો પ્રભુતામાં પગલાં પાડશે મોરબી : આગામી તારીખ 25 મે ને રવિવારના રોજ વડવાળા યુવા સંગઠન- મોરબી દ્વારા ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. મોરબીનાં લીલાપર કેનાલ રોડ પર રામકો રેસિડેન્સી પાસે આવેલા ઉમિયા નવરાત્રી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ભવ્યાતિભવ્ય અને દિવ્યાતિદિવ્ય સમૂહ લગ્નોત્સવમાં 42 નવયુગલો પ્રભુતામાં પગલાં પાડશે.આ સમૂહ લગ્નોત્સવમાં દુધરેજ વડવાળા મંદિરના મહંત કનીરામદાસજી બાપુ અઘ્યક્ષ સ્થાને બિરાજી દીપ પ્રાગટય કરશે. બપોરે 3 વાગ્યે જાન આગમન અને સામૈયા થશે. સાંજે 6 કલાકે સ્ટેજ કાર્યક્રમ યોજાશે. 7 વાગ્યે હસ્ત મેળાપ થશે. રાત્રે 10 કલાકે રબારી સમાજની સંસ્કૃતિની આગવી ઓળખ એવો રાસોત્સવ યોજાશે. જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયિકા રસ્મિતાબેન રબારી, ગાયક દેવ પગલી, માલધારી મોરલો તથા દાંડિયા કિંગ યુનસભાઈ શેખ, સુવિખ્યાત લોકગાયિકા મિતલબેન રબારી, વિશ્વા રબારી અને કુલદીપ રબારી રાસ ગરબાની રમઝટ બોલાવશે. આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે દુધઈ વડવાળા મંદિરના મહંત રામબાલકદાસ બાપુ તથા મેસરિયા આપાઝાલા જગ્યાના મહંત બંસીદાસજી બાપુ ઉપસ્થિત રહેશે. વધુ વિગત માટે ડો. દેવેનભાઈ રબારીનો મો. નં. 9825908787 પર સંપર્ક કરવા જણાવ્યું છે.