ધાડને અંજામ આપનાર આરોપીઓ પૈકી બે શખ્સો પોલીસના સકંજામાં, ડીવાયએસપીએ વિગતો જાહેર કરીમોરબી : રાજકોટ - મોરબી હાઇવે ઉપર બુધવારે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં રાજકોટના આંગડિયા પેઢીના માલિકની કારનો પીછો કરી કારને ટક્કર મારી લાખો રૂપિયાની દિલધડક લૂંટના કિસ્સામાં સાત આરોપીઓએ રોકડ રકમ લઈ ગયા હોય બનાવ ધાડનો હોવાનું સામે આવ્યું છે. જો કે, ધાડપાડુંની એક કાર અકસ્માતગ્રસ્ત બન્યા બાદ બીજી કારમાં રોકડ લઈને નાસી ગયા બાદ નાકા બંધીમાં બે આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાનું સામે આવ્યું છે.ટંકારા નજીક ધાડની ઘટના અંગે ડીવાયએસપી સમીર સારડાએ વિગતો આપતા જાહેર કર્યું હતું કે, રાજકોટમાં ટીટેનિયમ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢી ચલાવતા ફરિયાદી નિલેશભાઈ મનસુખભાઇ ભાલોડી બુધવારે ધંધાના કામે લાખો રૂપિયાની રોકડ રકમ લઈ મહિન્દ્રા એસયુવી કારમાં મોરબી તરફ આવતા હતા ત્યારે ટંકારા નજીક એક પોલો અને બલેનો કારના ચાલકે તેમની કારનો પીછો કરી ખજૂરા હોટલ પાસે કારની પાછળ જોરદાર ટક્કર મારતા કાર ડિવાઈડર કૂદી ગઈ હતી.બીજી તરફ બન્ને કારમાં રહેલા ધાડપાડું ગેંગના સાત જેટલા સભ્યોએ કારને ટક્કર માર્યા બાદ ધોકા સાથે ધસી આવી કારના કાચ તોડી નાખ્યા હતા. જો કે, આંગડિયા પેઢીના નિલેશભાઈ ભાલોડીના ડ્રાઇવરે સમય સુચકતા વાપરી કારને ખજૂરા હોટલ નજીક વાળી લેતા ધાડપાડુઓ નીચે ઉતરી કારનો પાછળનો દરવાજો ખોલી લાખો રૂપિયાની રોકડ રકમ લઈ નાસી ગયા હતા.આ ઘટનામાં ધાડપાડું શખ્સોની કાર અકસ્માતગ્રસ્ત બનતા બનાવ સ્થળે નંબર પ્લેટ વગરની કાર છોડી અન્ય કારમાં રોકડ રકમ લઈને નાસી ગયા હતા.ધાડમાં ગયેલી રકમ અંગે પોલીસે ફોડ ન પાડ્યોટંકારા નજીક સાંજના પાંચ વાગ્યે બનેલી ધાડની ઘટનામાં બે જેટલા આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાનું અને રોકડ રકમ પણ કબ્જે કરવામાં આવી હોવા છતાં કાળા ધોળા નાણાંની રકમ અંગે ગુન્હો કેમ નોંધવો તેની મથામણમાં પોલીસે રાત્રે 10 વાગ્યા સુધી ગુન્હો દાખલ કર્યો ન હતો કે ન તો રોકડ રકમનો આંકડો જાહેર કર્યો હતો.ધાડપાડુ શખ્સો જાણ ભેદુ જ હોવાના સંકેતોટંકારા નજીક રોકડ રકમ ભરેલી કારને ટક્કર મારી લાખો રૂપિયાની રકમ લઈ જવાના બનાવમાં જાણ ભેદુ શખ્સો જ સંડોવાયેલ હોવાના સંકેતો મળી રહ્યા છે. કારણ કે જે રીતે કારનો પીછો કરાયો અને જે રીતે ટાઇમિંગ સાથે રોકડ રકમ લૂંટવાને અંજામ અપાયો તે જોતા લૂંટને અંજામ આપનાર લોકો આંગડિયા પેઢીના માલિકની રેકી કરી હોવાનું પણ સ્પષ્ટ બન્યું છે.ચાલુ કારને ફિલ્મી ઢબે ટક્કર મારી ધાડને અંજામ અપાયોબે અલગ અલગ કારમાં આવેલા ધાડપાડુંઓએ મિતાણા અને ટંકારા વચ્ચે આંગડિયા પેઢીના માલિકની કારનો પીછો કરી ચાલુ ગાડીએ જ ફિલ્મી સ્ટાઇલથી ટક્કર મારી ફૂલ પ્રુફ પ્લાન સાથે જ ધાડને અંજામ આપ્યો હતો. ધાડ પાડુઓ રોકડ રકમ લઈ ગયા ત્યારે આંગડિયા પેઢીના માલિક તેમજ ડ્રાઇવર જીવ બચાવવા કાર રેઢી મૂકી દૂર જતા રહ્યા હતા.પોલીસે બે આરોપીઓને સકંજામાં લીધા હોવાની બિન સતાવાર માહિતીટંકારા નજીક ધાડની ઘટનાને અંજામ આપનાર સાત આરોપીઓ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.ઘટના બાદ નાકાબંધી કરનાર પોલીસના હાથે સાત પૈકી બે આરોપીઓ હાથ આવી ગયા હોવાનું અને રોકડ રકમ પણ કબજે કરવામાં આવી હોવાના બિન સતાવાર અહેવાલ મળી રહ્યા છે.