જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇમોરબી : મોરબી શહેરમાં વકીલની ઓફિસમાં કામ કરતા શખ્સને હાથ ઉછીના આપેલા નાણાં વકીલે પરત માંગતા ચાર શખ્સોએ સાથે મળી ધોકા, પાઇપ સહિતના હથિયાર વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના રવાપર રોડ ઉપર બોનીપાર્કમાં રહેતા એડવોકેટ વિજયભાઈ કેશવજીભાઈ સરડવા ઉ.49એ આરોપી રફીક નૂરમામદભાઈ સિપાઈ, મકબુલ, સાહિલ અને એક અજાણ્યા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી રફીક વિજયભાઈની ઓફિસમાં કામ કરતો હોવાથી વિજયભાઈએ રફીકને હાથ ઉછીના પૈસા આપ્યા હતા જે પરત માંગતા આરોપીએ અન્ય શખ્સોને બોલાવી મહેન્દ્રનગર ચોકડી પાસે શુભ કોર્પોરેટ હબના ધોકા, પાઇપ સહિતના હથિયાર વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.