મોરબી : આગામી તારીખ 25 મેના રોજ વર્લ્ડ થાઈરોઈડ ડે નિમિત્તે મોરબીના શનાળા રોડ પર વિશાલ હોલની સામે આવેલી નક્ષત્ર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે બ્લડપ્રેશર તથા થાઈરોઈડનો ફ્રી નિદાન કેમ્પ યોજાશે.25 મે ને રવિવારના રોજ સવારે 9-30 થી 12-30 વાગ્યા સુધી આ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફ્રી કન્સલ્ટેશન, ફ્રી થાઈરોઈડ રિપોર્ટ, ફ્રી બ્લડપ્રેશન ચેકઅપ તથા રાહતદરે દવાઓ આપવામાં આવશે. આ કેમ્પમાં ફિઝિશિયન ડો. મોનિકા પટેલ સેવા આપશે. રિપોર્ટ માટે દર્દીઓએ ભુખ્યા પેટે આવવા જણાવાયું છે. કેમ્પમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત હોય મો.નં. 02822-222222 અથવા 75020 622222 પર સંપર્ક કરી રજિસ્ટ્રેશન કરાવવા જણાવાયું છે.