વાંકાનેર : ભાજપ દ્વારા વાંકાનેર શહેર મંડળના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં વાંકાનેર શહેર પ્રમુખ તરીકે દીપકભાઈ સામજીભાઇ પટેલ (રવાણી)ની નિમણુંક કરવામાં આવી છે. આ સાથે અલ્પેશ બળવંતભાઈ પટેલ, ચેતન મેરૂભાઈ ટમારીયા, રાઘવજીભાઈ ખીમજીભાઈ નાગવાડિયા, ભરતભાઈ પ્રભુભાઈ દેગામા, સરોજબેન ભીખુગીરી ગોસ્વામી અને નયનાબેન ગંભીરસિંહ પરમારની ઉપાધ્યક્ષ, દીપકસિંહ તખતસિંહ ઝાલા અને અમિતકુમાર કિશોરચંદ્ર શાહની મહામંત્રી, ભાનુમતીબેન નવીનચંદ્ર બરાસરા, રમેશ બચુભાઈ મકવાણા, કુલદીપ ગાંડુભાઈ ડાભી, ચેતનાબેન બકુલભાઈ મહેતા, પાર્થ જયંતીલાલ રાવલ, શાંતાબેન વિનોદભાઈ વિંજવાડિયાની મંત્રી તથા અરુણ મોહનભાઈ મહાલીયાની કોષાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે.