સાંજના છ વાગ્યા સુધીમાં રાજ્યના 48 તાલુકામાં 1મીમીથી લઈ 53 મીમી વરસાદ મોરબી : અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાતને પગલે મંગળવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ શરૂ થયો છે ત્યારે બુધવારે સવારે 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં અમરેલી, જૂનાગઢ, ભાવનગર, સુરત અને ભરૂચ સહિતના જિલ્લામાં 1મીમીથી લઈ 53 મીમી વરસાદ નોંધાયો હોવાનું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા જણાવી રહ્યા છે.ગુજરાત ઉપર સર્જાયેલ વરસાદી સિસ્ટમને કારણે હવામાન વિભાગે આગામી છ દિવસ સુધી વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યું છે ત્યારે બુધવારે સવારે 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 48 તાલુકામાં 1 મીમીથી લઈ 53 મીમી વરસાદ વરસ્યો હોવાનું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા જણાવી રહ્યા છે. બુધવારે રાજ્યમાં સૌથી વધુ ભરૂચના અંકલેશ્વરમાં 53મીમી, અમરેલીના સાવરકુંડલામાં 39 મીમી, સુરતના ઉમરપાડામાં 37મીમી, ગીર સોમનાથના તલાળામાં 35મીમી, ભરૂચના ઝઘડિયામાં 32મીમી, દાહોદમાં 31 મીમી, ભરૂચના હાંસોટમાં 30મીમી, જૂનાગઢના માંગરોળમાં 25મીમી, ભાવનગરના જેસરમાં 22મીમી, સુરત અને માળીયા હાટીનામાં 16મીમી, તળાજામાં 15મીમી,ધારીમાં 14મીમી અને રાજુલામાં 11મીમી વરસાદ નોંધાયો હતો.