મોરબી : મોરબીના બગથળા નં.1, 2, 3, 4 આંગણવાડીમાં આજે તા. 21-5-2025ને બુધવારના રોજ બાલક પાલક સર્જન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બગથળા ધામના મહંત દામજી ભગત, સરપંચ જિલ્લા અધિકારી સતીશભાઈ મેરેજા, એમ.એસ. જાનવીબા, પી.એસ. ઈ.મયૂરી મેડમ મા બાલક પાલક સર્જન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમયમનાના ભૂલકાંઓ એ ડાન્સ કર્યો અને સાથે તેમના હેલ્પર અને વર્કર બહેનો અને આંગણવાડીના બહેનો પણ સાથે રહ્યા હતા અને ચિત્રકામ કરાવ્યા. આ ઉપરાંત ઘણી અન્ય પ્રવુતિઓ કરીને પછી પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણ નંબરને ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમ યાદીમાં જણાવાયું છે.