લોન કન્સલ્ટિંગની ઓફીસ ધરાવતા યુવાને સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવીમોરબી : મોરબીમાં સાયબર ગઠિયા હાહાકાર મચાવી રહયા છે, શેર બજારમાં કમાણી કરાવી, ફ્રેન્ચાઇઝી અપાવવા તેમજ અન્ય લાલચ આપી અનેક લોકોને શીશામાં ઉતારી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવ્યા બાદ એક લોન કન્સલ્ટન્ટને ઘર બેઠા કમાણી કરાવી આપવાની લાલચ આપી 20.75 લાખની છેતરપીંડી કરતા 19 આરોપીઓ વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર સંગાથ પેલેસમાં રહેતા અને શનાળા બાયપાસ નજીક સીટી મોલમાં લોન કન્સલ્ટિંગનું કામ કરતા હાર્દિપકુમાર ગણેશભાઈ પનારા ઉ.28એ અલગ અલગ 19 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવતા જાહેર કર્યું હતું કે,અજાણ્યા વોટ્સએપ નંબર પરથી ઘર બેઠા રૂપિયા કમાવાની લાલચ આપી અલગ અલગ 19 આરોપીઓ દ્વારા પહેલા કામ આપી કામના પૈસા જમા કરાવી બાદમાં અલગ અલગ બહાને રૂપિયા 20,75,713 રોકાણ કરાવી છેતરપિંડી આચરતા બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.