મોરબી : માળિયા (મિયાણા) તાલુકાના મોટા દહીંસરા ગામે મોમાઈ ધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે દાંડિયા રાસ દરમ્યાન માઁ ધક્કાવાળી મેલડી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઘનુભા જાડેજાના પુત્ર મયુરસિંહ જાડેજાને 6 તોલા સોનાની હાથમાં પહેરવાની પોચી (લકી) જેની હાલના સોનાના ભાવ મુજબ અંદાજિત કિંમત 5 લાખ જેટલી થાય છે તે કિંમતી સોનાનો દાગીનો મળી આવ્યો હતો. મયુરસિંહ ઘનુભા જાડેજાને મળેલી સોનાની આ લકી અજયસિંહ જાડેજાની હોય તેમણે આ લકી તેઓને પરત કરી હતી.મયુરસિંહ જાડેજાએ સોનાની લકીના મૂળ માલીક અજયસિંહ જાડેજાની શોધખોળ કરી નિશાની માંગી લકી પરત આપી હતી. આમ 5 લાખ જેટલા રૂપિયાની કિંમતની લકી હેમખેમ પરત કરીને મયુરસિંહ જાડેજાએ પ્રામાણિકતાનું ઉહાહરણ પૂરું પાડ્યું હતું. જેથી તેઓને સૌ લોકો બિરદાવી રહ્યા છે.