મોરબી : સમસ્ત કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ દ્વારા તા. 22-6-2025 ને રવિવારના રોજ વિદ્યાર્થી સત્કાર સમારંભમાંનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ ખાતે કડીયા બોર્ડિંગ ખાતે કોળી ઠાકોર સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવશે. જેના માટે ફોર્મ મંગાવવામાં આવ્યા છે. આ ફોર્મ તા. 10-6-2025 સુધી સ્વીકારવામાં આવશે. ત્યારે સમાજના જે કોઈ વિદ્યાર્થીઓ સંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા માગતા હોય તો વહેલાસર જાણ કરવી. તેમજ વધુ માહિતી માટે કાર્યક્રમના આયોજક જગદીશભાઈ બાંભણીયા મો.નં. 9106518189, દિનેશભાઈ સાંથલીયા મો.નં. 9875014155, અજયભાઈ વાઘાણી મો.નં. 9909841100 અને રાજેશભાઈ છેલાણીયા મો. નં.9033156664 પર સંપર્ક કરવો.