વીજકાપ હોવાના કારણે સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધી પાણી વિતરણ ઠપ્પ થઈ જશેમોરબી : મોરબીમાં ભરઉનાળે પાણીની સમસ્યા વચ્ચે લોકોને આવતીકાલે અડધો દિવસ પાણી કાપ સહન કરવો પડશે. વીજકાપ હોવાના કારણે પાણીકાપ મુકવામાં આવ્યો હોવાનું મહાપાલિકાએ જાહેર કર્યું છે. આ અંગે વિગતો આપતા મહાપાલિકાના પાણી પુરવઠા વિભાગના પીયૂષભાઈ મકવાણાએ જણાવ્યું છે કે મોરબીના મચ્છુ-2 ડેમ ખાતે આવતીકાલે બુધવારે સવારે 6 વાગ્યાથી 2 વાગ્યા સુધી મેઈટેનન્સ માટે વીજ તંત્ર દ્વારા પાવર કાપ મુકવામાં આવ્યો છે. જેના કારણે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી મોરબી શહેરમાં પાણી વિતરણ થઈ શકશે નહીં.