દોઢ કિલોનો ચાંદીનો મૂંગટ અને દાનપેટીમાંથી રૂ.25 હજારથી વધુની રોકડ ચોરાઈ : ઘટના સીસીટીવીમાં કેદટંકારા : ટંકારામાં લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક એવા બાબરીયા પરિવારના સુરાપુરાધામમાં ગત રાત્રીના ચોરીની ઘટના બની છે. જેને લઈને બાબરીયા પરિવારના આગેવાનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના આવેલા બાબરીયા પરિવારના સુરાપુરાધામમાં ગત મોડી રાત્રે તસ્કર ત્રાટકયા હતા. તેઓએ અહીં સુરાપુરા દાદાનો દોઢ કિલોનો ચાંદીનો મૂંગટ ચોરી કરી લીધો છે. આ સાથે દાનપેટી આખી ઉપાડી લઈ તેમાં રહેલી અંદાજે રૂ.25થી 30 હજારની રકમ લઈને દાનપેટી થોડે દુર ફેંકી દીધી હતી. આ ચોરીની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે.આ ઘટનાને પગલે ભાવિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે. ગત મહિને જ અહી ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ અહીં હાજરી આપી હતી. આ વેળાએ બે દિવસ મહાપ્રસાદ પણ યોજાયો હતો.