સમસ્ત જાડેજા પરિવાર આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનેક મહેમાનોએ હાજરી આપીમાળિયા (મિયાણા) : સમસ્ત જાડેજા પરિવાર દ્વારા તાલુકાના મોટા દહીંસરા ગામે તારીખ 15 મે થી 17 મે સુધી ત્રિ દિવસીય મોમાઈધામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રતિષ્ઠા યજ્ઞ, મંદિરનો વાસ્તુ યજ્ઞ, કુલદેવી તથા મૂર્તિના ન્યાસ, ધ્યાન, કુટીર હોમ, જલયાત્રા, નવચંડી યજ્ઞ, ગ્રહ યજ્ઞ, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. 17 મેના રોજ અભિજીત મુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી.મોમાઈધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય યજમાન જયદીપ & કંપનીના સ્વ. ઉદયસિંહ મનુભા જાડેજા પરિવારના દીલુભા જાડેજા અને જયુભા જાડેજા(ઉપપ્રમુખ, મોરબી જિલ્લા ભાજપ) હતા. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કબરાઉ ધામના મહંત ચારણઋષિ સહિતના સંતો-મહંતોની પધરામણી થઈ હતી. આ ઉપરાંત અન્ય મહેમાનોમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમાર, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા, પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, સાંસદ ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતનાઓએ હાજરી આપી હતી.