મોરબી : મોરબી વાંકાનેર વચ્ચે રેલવેનું ઈલેક્ટ્રીફિકેશન કાર્ય ઘણા સમયથી થઈ ગયું હોય મોરબી-વાંકાનેર વચ્ચે ચાલતી ડેમુ ટ્રેનના બદલે EMU ટ્રેન ફાળવવા કેતન આર. દફ્તરીએ રેલવે વિભાગને રજૂઆત કરી છે. ડેમુ ટ્રેઈન ડીઝલથી ચાલતી હોવાથી ઘણી વખત અનિયમિત થાય છે અને પેસેન્જરને મુશ્કેલી પડે છે. તેથી ઈલેક્ટ્રીકથી ચાલતી EMU ફાળવવા DRMને મોરબીના DRUCC મેમ્બર કેતનભાઈ દફ્તરી દ્વારા રજૂઆત કરાઈ છે.