તા.30 સુધીમાં દરવાજા રીપેર થઈ જાય તેવા પ્રયાસો : નર્મદા કેનાલનું કામ પણ પુરજોશમાં, તા.30 સુધીમાં તેમાં પણ પાણી આવી જશેમોરબી : મોરબીમાં પાણી વિતરણની વધતી સમસ્યાઓ વચ્ચે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જાહેર કર્યું છે કે મચ્છુ-2 ડેમમાં આવતીકાલે બુધવારે નર્મદાનું પાણી ઠાલવવામાં આવશે. જેથી લોકોને પાણી પ્રશ્ને રાહત મળશે. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યુ કે મચ્છુ હોનારત બાદ મચ્છુ -2 ડેમના દરવાજા રીપેર કરવા માટે મંત્રી કુંવરજીભાઈ સાથે બેસી આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.30 સુધીમાં લગભગ દરવાજા રીપેર થઈ જવાના છે. ચાર દિવસ પહેલા ડેમ ઉપર અમે ગયા હતા ત્યારે જે પાણીની ગ્રેવિટી ઓછી હોવાનો પ્રશ્ન હતો. હવે તેમાં રાહત મળશે. નર્મદાનું પાણી કાલે ડેમમાં આવી જશે. જેથી પાણીની જે તકલીફ છે તેનો પ્રશ્ન હલ થઈ જશે.વધુમાં તેઓએ ઉમેર્યું કે કેનાલ રીપેરીંગનું કામ પણ જોરશોરથી ચાલુ છે. અધિકારી સાથે મીટીંગ કરી એવું નક્કી કર્યું કે આવતી તા.30 સુધીમાં પાણી આવી જાય તેવા પ્રયત્નો છે. અમે અધિકારી પાસે જ્યારે રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે સાંભળવું પડે છે કે ખેડૂતો પિયતનું ફોર્મ ભરતા નથી. જિલ્લાના ખેડૂતોને ભારપૂર્વક અપીલ છે કે સામાન્ય ટોકન ઉપર પિયતનું જે ફોર્મ ભરવાનું હોય છે કે ફોર્મ ભરી દેવામાં આવે. તા. 27 સુધીમાં આ કામગીરી કરી લેવી અને તા. 30 સુધીમાં પાણી આવી જાય તેવા પ્રયત્ન કરાશે.