ભાવનગર, અમરેલી, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં વરસાદમોરબી : અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમને કારણે ગુરુવારથી રાજ્યમાં ફરી કમોસમી વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તે પૂર્વે જ મંગળવારે સૌરાષ્ટ્રમા મેઘરાજાએ તોફાની બેટિંગ કરી એક મીમીથી લઈ અઢી ઇંચ સુધી વરસાદ વરસાવ્યો હતો. મંગળવારે સૌરાષ્ટ્રમા રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ અને જૂનાગઢ સહિતના જિલ્લામાં વરસાદ વરસ્યો હતો.સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સતાવાર આંકડા મુજબ મંગળવારે સવારથી રાત્રીના આઠ વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ અને જૂનાગઢ જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો. મંગળવારે સૌથી વધુ વરસાદ જૂનાગઢના વિસાવદરમાં અઢી ઇંચ, કોટડા સાંગણીમાં બે ઈંચ, અમરેલીના કુંકાવાવમાં દોઢ ઈંચ,જામ કંડોરણા અને ગોંડલમાં દોઢ ઈંચ, લીલીયામાં એક ઇંચ, બોટાદના બરવાળામા પોણો ઈંચ, જેતપુર અને અમરેલીમાં અડધો ઇંચ સહિત રાજુલા, ગઢડા અને ગારીયાધારમા પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.