મોરબી : મોરબી શહેરમાં ઉનાળાની ઋતુમાં મોરબી શહેરમાં જાહેર જગ્યા પર ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે રીતે તરબૂચ, શેરડી તથા કેરીના વેચાણ માટે ટેમ્પરરી સ્ટોલ કરવા માટે તથા જે લોકો રાત્રીના સમયે પોતાની માલિકીની દુકાનની બહાર જાહેર જગ્યા પર ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે રીતે ટેબલ-ખુરશી રાખીને વ્યવસાય કરવા ઈચ્છતા હોય તે લોકોને મહાનગરપાલિકાની પૂર્વ મંજૂરી લેવી પડશે. આ માટે નીચે મુજબની પ્રક્રિયા કરવા ડેપ્યુટી કમિશનરની યાદીમાં જણાવાયું છે.૧)મોરબી મહાનગરપાલિકા કચેરીમાં લેખિતમાં અરજી કરવાની રહેશે.૨) અરજી સાથે અરજદારનું ઓળખપત્ર (આધાર કાર્ડ/ડ્રાઇવિંગ લાઇસન્સ/પાન કાર્ડ), વ્યવસાય સબંધિત જરૂરી લાઇસન્સ (જો જરૂરી હોય તો) અને સ્ટોલ લગાવવાની ચોક્કસ જગ્યા અને ઉપયોગ માટેની વિગતો.૩)અરજીની ચકાસણી બાદ મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્થળ તપાસ કર્યા બાદ મંજૂરી આપવામાં આવશે.૪)મંજુર થયેલ અરજી માટે નક્કી કરેલ ફી ભરી રસીદ મેળવવી અને મંજુરીની નકલ મંજુર થયેલ જગ્યાએ જાહેરમાં પ્રદર્શિત કરવાની રહેશે.મહત્વપૂર્ણ સૂચનાઓ:૧) મહાનગરપાલિકાની મંજૂરી વિના કોઈપણ જાહેર જગ્યાએ ટેમ્પરરી સ્ટોલ ઉભો કરવો દંડનીય રહેશે.૨) જાહેર માર્ગો અને ટ્રાફિક અવરોધ ઉભો કરનાર સ્ટોલ હટાવી લેવામાં આવશે.૩) આરોગ્ય અને સાફ સફાઇની શરતોનું પાલન ફરજિયાત છે.