કરિયાવર મુદ્દે સાસરિયાઓ ત્રાસને કારણે નવોઢાએ ગળેફાંસો ખાઈ લીધો હતોટંકારા : ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતી પરિણીતાએ પતિ તેમજ સાસુ - સસરાના ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ લેવાની ઘટનમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી પતિ અને સાસુ - સસરાની ધરપકડ કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ઉટડી ગામની વતની કિંજલબેન વિનોદભાઈ પરમારના લગ્ન ટંકારા શહેરના શુભમ હીરાલાલ પનારા સાથે જાન્યુઆરી - 2025મા જ્ઞાતિના રીતરિવાજ મુજબ થયા બાદ પતિ શુભમને વિદેશ ભણવા જવું હોય કિંજલબેનને તેના પિતા પાસેથી રૂપિયા 5 લાખ લાવવાનું કહ્યું હતું.પરંતુ કિંજલબેનના પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પૈસા ન આપતા પતિ તેમજ સાસુ - સસરાએ ત્રાસ આપવાનું શરૂ કરતા લગ્નજીવનના ચાર મહિનામાં જ કિંજલબેને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.કિંજલબેને અંતિમ પગલું ભરી લીધા બાદ તેમના પિતા વિનોદભાઈ પરમારે ગઈકાલે પતિ શુભમ સસરા હીરાલાલ કરશનભાઇ પનારા અને સાસુ રિનલબેને કિંજલબેનને કરિયાવર મુદ્દે ત્રાસ આપી કિંજલબેનને મરવા મજબુર કર્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી પતિ તેમજ સાસુ - સસરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.