મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 માધ્યમિક શાળાન્ત પ્રમાણપત્ર પરીક્ષા અને સંસ્કૃત પ્રથમામાં જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષયમાં ગેરહાજર રહ્યા હોય અથવા એક કે તેથી વધુ વિષયમાં નાપાસ થયા હોય અથવા જેઓ પોતાના પરિણામને સુધારવા ઇચ્છુક છે તેવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે. પૂરક પરીક્ષા માટે આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઈટ www.gseb.org અથવા sscpurakreg.gseb.org પરથી ઓનલાઇન કરવાનું રહેશે. આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે. પરીક્ષા માટેનું ઓનલાઇન આવેદન કરવાની તથા ફી ભરવાની કામગીરી કરવા માટેની અંતિમ તારીખ 20 મે હતી જે વધુ બે દિવસ લંબાવાય છે. એટલે કે 22 મે સાંજે 5 વાગ્યા સુધી પ્રક્રિયા કરી શકાશે.