મોરબી : શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા મોરબી જિલ્લા લેવલે આવનારા દિવસોમાં વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન માટે મંડળના ટ્રસ્ટી તેમજ સન્માન સમારોહ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધોરણ 8 થી 12 તેમજ ઉચ્ચ શિક્ષણ લેવલ બધાને 70% તથા તેનાથી વધુ આવેલ હોય તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી હોય અને રમત ગમત ક્ષેત્રે જિલ્લામાં, રાજ્ય કે નેશનલ લેવલ 1 થી 3 નંબરે પાસ કરેલ હોય તેનું પણ સન્માન સમારોહ કરવામાં આવશે. તો જે કોઈ વિદ્યાર્થીઓના રિઝલ્ટ આવી ગયાં હોય તેને મોબાઈલ મારફતે અથવા રૂબરૂ જમા કરાવી આપવા જણાવાયું છે. જેમાં મોરબી તાલુકામાં અક્ષર ઝેરોક્ષ જુના બસ સ્ટેશન મોરબી, હળવદ તાલુકામાં વકીલ ભરતભાઈ ગણેશીયાની ઓફિસ હળવદ અને અજ્જુભાઈ વસ્ત્ર ભંડાર હળવદ, વાંકાનેર, ટંકારા અને માળીયા તાલુકાના રિઝલ્ટ ચંદુભાઈ બાબરીયા મો.નં. 9925174134 અને ભાણજીભાઈ ડાભી મો.નં. 9624427666 પર વ્હોટ્સ એપ મારફત મોકલવા જણાવાયું છે.