સાત જુગારીઓ રોકડા રૂપિયા 3,38,600 સાથે ઝડપાયામોરબી : મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે બિલિયા ગામે રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામમાં દરોડો પાડી સાત જુગારીઓને પાના ટીચતા ઝડપી લઈ 3,38,600 રોકડા કબ્જે કરી જુગારનો ગણનાપાત્ર કેસ કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળી હતી કે, બિલિયા ગામે ભરતભાઇ રુગનાથભાઈ પટેલના મકાનમાં જુગારધામ શરૂ થયું છે જ્યાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડવામાં આવે છે. ઉક્ત બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા જુગારની મજા માણી રહેલા આરોપી ભરતભાઇ રુગનાથભાઈ પટેલ, પુનિત માવજીભાઈ પટેલ, જયેશ કાનજીભાઈ પટેલ, કૌશિક દેવજીભાઈ, કપિલ પ્રહલાદભાઈ પટેલ અને જયેશ વનજીભાઈ પટેલને રોકડા રૂપિયા 3,38,600 તેમજ 10 હજારની કિંમતના બે મોબાઈલ સાથે ઝડપી લઈ જુગારનો ગણનાપાત્ર કેસ કર્યો હતો.